અંતરજાળમાં સાત પતાપ્રેમીની ધરપકડ
copy image

ગાંધીધામ તાલુકાના અંતરજાળ ગામના રાજનગરમાં જયંતીભાઈ છગનભાઈના વાડામાં ખુલ્લામાં જુગાર રમતા આરોપી પ્રવીણભાઈ દાનાભાઈ વાલ્મીકી, નિકુંજભાઈ મનસુખભાઈ સોલંકી, જયંતીભાઈ છગનભાઈ વાલ્મીકી, પ્રવીણભાઈ ભીમજીભાઈ સોલંકી, જયરામ ગોપાલભાઈ વાલ્મીકી, શંકરભાઈ કાનજીભાઈ બાંભણિયા, રત્નાભાઈ મનજીભાઈ વાલ્મીકીની પોલીસે ધરપકડ કરી હતી. તીનપત્તીનો જુગાર રમતા તહોમતદારો પાસેથી રોકડા રૂા. 10,400 હસ્તગત કરવામાં આવ્યા હતા.