મુંદરાનાં મકાનમાં અચાનક પોલીસ ત્રાટકી : નવ ખેલીને 1.88 લાખની રોકડ સાથે પકડી પડયા

copy image

copy image

મુંદરાના ગુંદી ફળિયામાં નવલખી બંગલાની પાસે શૈલેશ વાડીલાલ શાહ પોતાના કબજાના મકાનમાં બહારથી ખેલીઓ બોલાવી નાલ ઉઘરાવી ગંજીપાના વડે જુગાર રમાડી રહ્યાની બાતમી મુંદરા પોલીસને મળતા 17મીના મધ્યરાતે પોલીસે દરોડો પાડતા મુંદરા ભાજપ શહેરના ઉપપ્રમુખ સહિત નવ ખેલીને રોકડા રૂા. 1.88 લાખ અને સાત મોબાઇલ કિં. રૂા. 37,000 એમ કુલ્લ રૂા. 2,25,410નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. પોલીસે વોરંટ સાથે જુગારનો આ ગણનાપાત્ર દરોડો પાડતા ગંજીપાના વડે જુગાર રમતા શૈલેષ ઉપરાંત મુંદરા શહેર ભાજપ ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ હિંમતસિંહ પરમાર, મૂળરાજસિંહ દલપતસિંહ સિસોદિયા, રાજ મનીષ જોશી (રહે. તમામ મુંદરા), રામ કરશન ગઢવી (નાના કપાયા), જગદીશસિંહ હઠીસિંહ ચાવડા, ભીમસિંહ મેઘરાજજી ચાવડા અને ભીખુભા રાસુભા જાડેજા (રહે. ત્રણે નવીનાળ)ને મુંદરા પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.