કુકમા નજીક યુવાન ઉપર બસ ફરી વળતાં કમકમાટીભર્યું મોત નીપજ્યું
કુકમાથી ભુજ આવતા ભુજના યુવાન મામદ હુસેન અલાના ચાકીની એક્ટિવા કુકમાના લેરિયા હનુમાન પાસે સ્લીપ થતાં તેના ઉપર લક્ઝરી બસ ફરી વળતાં તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, બપોરે 1.15 વાગ્યાના અરસામાં મૂળ ડોણ (તા. માંડવી) હાલે ભુજ રહેતો 38 વર્ષીય યુવાન મામદ હુસેન અલાના ચાકી પોતાના કબજાની એક્ટિવા લઈને કુકમાથી ભુજ આવતો હતો ત્યારે લેરિયા હનુમાન મંદિરની આગળ તેની એક્ટિવા સ્લીપ થતાં પાછળ પૂરપાટ આવતી ભવાની ટ્રાવેલ્સની લક્ઝરી બસ તેને અડફેટે લઈ લેતા ગંભીર ઈજાના પગલે તેનું મૃત્યુ નીપજ્યું હતું. રજાક સુલેમાન ચાકીએ પદ્ધર પોલીસ મથકે લક્ઝરી ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરાવતાં પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.