ગાંધીધામમાં ઓનલાઈન સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

copy image

copy image

ગાંધીધામમાં ઓનલાઈન ક્રિકેટનો  સટ્ટો રમતા શખ્સને પોલીસે પકડી પાડયો હતો. પૂર્વ કચ્છ એલ.સી.બી. પોલીસે ખોડિયાર ચેમ્બરમાં  ઓફિસ નં. 17 ગુરુકૃપા રોડલાઈન્સ નામની ઓફિસમાંથી આરોપી  મયૂરભાઈ ભરતકુમાર ઠક્કરની અટક કરી હતી., આ  શખ્સ આયરલેન્ડ અને શ્રીલંકા વૂમન  વચ્ચેની ક્રિકેટ મેચનો મોબાઈલ વડે ઓનલાઈન સટ્ટો રમતો હતો. આરોપી પાસેથી રોકડા રૂા. 2500, એક મોબાઈલ ફોન કિં. રૂા. 5 હજાર સાથે કુલ રૂા. 7500નો મુદ્દામાલ હસ્તગત   કર્યો હતો. આ  પ્રકરણમાં  અમદાવાદનો આરોપી દીપક ડાંગરનું નામ બહાર આવ્યું હતું. પોલીસે જુગાર ધારાની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.