ટ્રકનો સોદો કર્યા બાદ ઠગાઈ કરનારો ભુજનો યુવાન ઝડપાયો

copy image

copy image

ટ્રકના સોદામાં ઠગાઈ થતા ભુજ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી જે ગુના કામે આરોપી અકરમ ઉર્ફે અકુડો ઈકબાલ પઠાણને દબોચી લેવાયો હતો.પુછપરછ કરતા તેણે જણાવ્યુ કે, તે અને સહઆરોપી રઝાક લતીફ સમા બંને જણાએ ફરીયાદી પાસેથી ટ્રકનો સોદો કરી ટોકન પેટે અમુક પૈસા આપી ટ્રક બારોબાર વેચાણ કરી ફરીયાદીને ટ્રકના બાકીના પૈસા ન આપી ગુનો આચર્યો હતો.આરોપીના પોલીસ રીમાન્ડ દરમ્યાન ફરીયાદીની ટ્રક રીકવર કરાઈ છે જ્યારે રઝાકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.