માધાપરમાં મહિલાએ એસિડ પી લેતા મોત નીપજયું
ભુજ તાલુકાના માધાપર જૂનાવાસ ગામે ચિંતામણી સોસાયટીમાં રહેતા વૃદ્ધ મહિલાએ પોતાના ઘરે એસિડ પીને જીવાદોરી ટુંકાવી દેતા માધાપર પોલીસમાં અકસ્માત મોતનો ગુનો દાખલ થયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ,65 વર્ષીય રમીલાબેન માવજીભાઈ સુથારે કોઈ અગમ્ય કારણોસર શુક્રવારે બપોરના અરસામાં પોતાના ઘરે એસિડ પી લીધું હતું.જેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.સારવાર દરમિયાન તેઓનું મોત થતા પોલીસે એડી દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.