સામખિયાળીમાં અંગ્રેજી દારૂ ઝડપાયો : આરોપી ફરાર
ભચાઉ તાલુકાના સામખિયાળીમાં એક મકાનમાંથી પોલીસે રૂા. 40,000નો શરાબનો જથ્થો હસ્તગત કર્યો હતો પરંતુ આરોપી હાથમાં આવ્યો ન હતો. સામખિયાળીના શાંતિનગર પ્લોટ વિસ્તારમાં રહેનાર માવજી દેવરાજ કોળી નામનો શખ્સ પોતાના કબજાના મકાનમાં દારૂ રાખી તેનું વેચાણ કરતો હોવાની સચોટ બાતમીના આધારે સવારના અરસામાં પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસ આ મકાન પાસે જતાં મકાનને રેઢું મૂકીને આ શખ્સ આડો-અવળો થઈ ગયો હતો. મકાનમાંથી પોલીસે ગ્રીન લેબલ 750 એમ.એલ.ની 50 બોટલ તથા વ્હાઈટલેસ વોડકા 180 એમ.એલ.ના 225 ક્વાર્ટરિયા એમ કુલ રૂા. 40,000નો દારૂ કબ્જે કર્યો હતો. હાથમાં ન આવેલા શખ્સને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.