દયાપરની સીમમાં પાંચ વાડીમાંથી વાયરની તસ્કરી
લખપત તાલુકાના દયાપરની સીમના વાડી વિસ્તારમાં પાંચ વાડીમાંથી બોરના વાયરની તસ્કરી થતાં ફરિયાદ નોંધાવાઇ હતી . આ અંગે વાયોર પોલીસ મથકે દયાપરના ખેડૂત ભરતભાઇ મનજીભાઇ રતનાણીએ નોંધાવેલ ફરિયાદ મુજબ રાતથી સવાર સુધી તેમની દયાપરની ઉગમણી સીમમાં આવેલી વાડીના બોરવેલનો વાયર આશરે 120 ફૂટ તથા સાહેદ મહેન્દ્રભાઇ રતનાણીની વાડીમાંથી આશરે 235 ફૂટ વાયર, ભાવેશભાઇ નાથાણીની અને હરસુખ ધોળુની વાડીમાંથી 150-150 ફૂટ કેબલ તેમજ દીપક રતનાણીની વાડીમાંથી 100 જેટલા વાયર અને પેનલ બોર્ડમાં તોડફોડ કરી નુકસાન કરી એમ કુલ 755 ફૂટ વાયર જેની કિં. રૂા. 25,900ની કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઇ ગયા હતા. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.