માધાપરમાં ઘરનાં તાળાં તોડી પર્સમાંથી 83 હજારની મુદ્દામાલની તસ્કરી
ભુજ તાલુકાના માધાપરમાં ઘરનાં તાળાં તોડી પર્સમાંથી દાગીના તથા રોકડ સહિત 83 હજારની મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે માધાપર પોલીસ મથકે, માધાપર નવાવાસના ક્રિષ્નાનગર ખાતે રહેતા નિમિત બિપીનભાઈ વેદાંતે નોંધાવેલ ફરિયાદ મુજબ ગત તા. 9/8ના બપોરના અરસામાં તા. 13/8ના રાત્રિ દરમ્યાન કોઈ અજાણ્યા ચોર ઈસમે તેમના ઘરના મેઈન દરવાજાની કડી તથા તાળાં તોડી અંદર પ્રવેશી રૂમમાં રાખેલા પર્સમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ સહિત કુલ રૂા. 83,000ની મુદ્દામાલની ચોરી કરી લઈ ગયા હતા. માધાપર પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી.