જુણાગિયામાં જમીન પચાવી પડાતાં પાંચ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ

copy image

copy image

લખપત તાલુકાના જુણાગિયાની સીમની ફરિયાદીની જમીન ગેરકાયદેસર રીતે પચાવી પડાતા પાંચ શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ની ફરિયાદ નોંધાવાઇ હતી. આ અંગે દયાપર પોલીસ મથકે, જુણાગિયાના અબ્દુલ ઇબ્રાહિમ સમાએ નોંધાવેલ ફરિયાદ મુજબ ફરિયાદીની સંયુક્ત માલિકીની જમીન જુણાગિયા સીમ સર્વે નં. 63ના નવા સર્વે નં. 59વાળી જમીનનો આરોપીઓ મુસા નોધા સમા (રહે. મૂળ જુણાગિયા હાલે નખત્રાણા) તથા દાઉદ મીરખાન સમા, મુબારક સીદીક સમા, તાલબ સુમાર સમા અને ઉરસા સુમાર સમા (રહે. તમામ જુણાગિયા)એ બળજબરીપૂર્વક કબજો કરી જમીન પચાવી પાડતા ફરિયાદીએ લેન્ડ ગ્રેબિંગ સંબંધે જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત કરતા સમિતિના અભિપ્રાય બાદ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરાઇ હતી.