અંતરજાળના રવેચી નગરમાંથી ધાણીપાસાનો જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા

copy image

copy image

આદિપુરના અંતરજાળના રવેચી નગરમાં જાહેરમાં ધાણીપાસાનો જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી આઠ શખ્સોને રૂ.૧૮,૩૨૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા. પ્રાપ્ત માહિતી મુજબ આદિપુરના અંતરજાળના રવેચી નગરમાં જાહેરમાં ધાણીપાસાનો જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી પરથી પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા વિનોદ ઉર્ફે વિનુ મફાભાઈ, ખીમજી કાંતિભાઈ, મુકેશ ટપુભાઈ, રમેશ કાનજીભાઈ, ખીમજી કાંતિભાઈ, સૂરજ મોતીલાલ, પ્રવીણ ટપુભાઈ અને શંકર અમથુભાઈ દેવીપુજકને રૂ.૧૮,૩૨૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા. પોલીસે તમામ સામે જુગારધારાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.