મોબાઈલ ચોરીને તેમાંથી 86 હજારની ઓનલાઈન ચોરી
ગાંધીધામથી ચાલતી ટ્રેનોના મુસાફરોને વિવિધ છેતરપીંડીનો સામનો કરવો પડી રહ્યો છે. બેંગ્લોર સુધીની ટ્રેનમાં મોબાઈલ ફોન ચોરી થયા બાદ તેમાંથી ડીજીટલી 86 હજારની ચોરી થઈ હતી, તો બરેલી ભુજ ટ્રેનમાં ચાર્જિંગ માં રાખેલો મોબાઈલ ફોન ચોરી થઈ ગયો હતો. ગુજરાતમાંથી બેંગલુરુ જતું એક વૃદ્ધ દંપતી ત્રણ દિવસમાં બે વખત ગુનાનો શિકાર બન્યું હતું. અજાણ્યા બદમાશોએ મહિલાનું મોબાઇલ ફોન, રોકડ અને અન્ય દસ્તાવેજો ધરાવતું પર્સ 6 ના ઑગસ્ટના રોજ ચોરી લીધું હતું જ્યારે બેંગલુરું જઈ રહ્યા હતા. ત્રણ દિવસમાં, બદમાશોએ ફોન પર ઇન્સ્ટોલ કરેલી ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરીને 86,000 રૂપિયાની ચોરી કરી હતી. મુકેશ શશિકાંત મહેતાએ નોંધાવેલ ફરિયાદ મુજબ તે અને તેની પત્ની ગુજરાતના ગાંધીધામથી ટ્રેનમાં આવ્યા હતા. જ્યારે તેઓ 6 ઓગસ્ટના રોજ સવારે ૩ વાગ્યાની આસપાસ બેંગલુરુ પહોંચ્યા, ત્યારે તેઓએ જોયું કે કોઈ વ્યક્તિએ મહિલાનું પર્સ ચોરી લીધું છે. જેમાં સ્માર્ટફોન, ઈયરફોન, રૂ. 5,000 રોકડા, ચશ્મા, દવાઓ અને અન્ય કિંમતી વસ્તુઓ હતી. મહેતાએ તેનું સિમ કાર્ડ બ્લોક કરી નવું મેળવ્યું. 9 ઓગસ્ટના રોજ, તેણે જોયું કે તેની જાણ વગર તેના બેંક ખાતામાંથી કેટલાક વ્યવહારો થયા હતા.