નોખાણિયાનાં વૃદ્ધાને અજાણ્યા વાહને અડફેટે લેતાં મોત નીપજ્યું
ભુજ તાલુકાના નોખાણિયા ગામના વૃદ્ધા અમીનાબેન ઇબ્રાહિમ સમા નોખાણિયા પાટિયા પાસે બેઠા હતા ત્યારે અજાણ્યા વાહને કચડી નાખતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ભુજથી ખાવડા તરફ જતા માર્ગે નોખાણિયા પાટિયા પાસે સવારના આઠ વાગ્યાના અરસામાં ગામના 60 વર્ષીય વૃદ્ધા અમીનાબેન સમા બેઠા હતા ત્યારે અજાણ્યા વાહનચાલકે ગાડી તેમના ઉપર ચડાવી દેતાં તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અમીનાબેનના પુત્ર ગફુર તેમને ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાની વિગતો હોસ્પિટલ પોલીસ ચોકીમાં નોંધાઇ હતી.