શિરાચાની વાડીમાં સર્વેયરો ઘૂસતાં ડખો થયો સામસામી ફરિયાદ નોંધાવાઇ

copy image

copy image

મુંદરા તાલુકાના શિરાચામાં ખાનગી માલિકીની વાડીમાં કંપનીના સર્વેયરો ઘૂસતાં ડખો થયો હતો. જેને લઇને રાતે પોલીસ ઘટના સ્થળે ધસી હતી. આ બનાવને લઇ સામસામી ફરિયાદ નોંધાવાઇ હતી. આ અંગે વાડી માલિક હરિભાઇ આસપનભાઇ ગાગિયા (ગઢવી)એ નોંધાવેલ ફરિયાદ મુજબ બપોરના અરસામાં  તેમની વાડીમાં પરવાનગી વિના અજાણ્યા ચાર શખ્સ સર્વે અર્થે ઘૂસી આવતાં તેઓ પૂછપરછ કરતાં તેમના સાહેબ દીપકભાઇ ગઢવી તથા જેરામભાઇ રબારી અને ગોસ્વામીભાઇ ત્યાં આવ્યા હતા અને આસપાસ ખેડૂતો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. દીપકભાઇએ જણાવ્યું કે, ભૂલથી તમારા ખેતરમાં આવી ગયા છે. બીજી વખત આવી ભૂલ નહીં થાય, તેઓને જવા દો. આ બાદ ફરિયાદીએ  લેખિતમાં માફીપત્ર આપવા જણાવતાં વોટ્સએપ પર માફીપત્ર આપતાં તેમાં અન્ય કંપની એમ.એન.ઇ.સી.નો પત્ર હોવાથી ફરિયાદીએ તે મંજૂર ન હોઇ હાજર માણસોને બેસાડી રાખ્યા હતા. બીજીતરફ કંપનીના સુપરવાઇઝર રાજેન્દ્ર મંગલ પંડિતે લાઇન સર્વે અર્થે ભૂલથી ખેતરમાં પ્રવેશી જતાં આરોપીઓ ધકબૂશટનો માર મારી, ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની આરોપીઓ કાનજી આસપનભાઇ ગઢવી, કરશન આસપનભાઇ ગઢવી, હરિ આસપનભાઇ ગઢવી, રામ હમીરભાઇ ગઢવી અને મમુ રબારી (રહે. તમામ શિરાચા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જ્યારે હરિભાઇ ચાર અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.