રાહુલનાં ગળાંમાં રસ્સો બાંધી ફાંસો આપી મોતને ઘાટ ઉતારનાર ચારે આરોપી ઝડપાયા

copy image

copy image

વીસેક દિવસ પૂર્વે મૂળ દિલ્હીના યુવાન રાહુલ લખન મોચીને તેના સાથી મિત્રો એવા ગાંધીનગરીના ત્રણ કિશોર સહિત ચારે અવાવરુ જગ્યામાં બોલાવી મોબાઇલ મુદ્દે માથાકૂટ-ઝઘડો કરી ગળાંમાં રસ્સો બાંધી મોતને ઘાટ ઊતારીને લાશને કૂવામાં ફેંકી પુરાવાનો નાશ કર્યો હતો. ચારે આરોપીને પોલીસે પકડી પડ્યા હતા. હત્યા અંગે બી-ડિવિઝન પોલીસ મથકે પોલીસ જ ફરિયાદી બનીને નોંધાવેલ ફરિયાદ મુજબ ભુજની ગાંધીનગરીમાં રહેતા નવાબ જાની નોડે અને અન્ય ત્રણ સગીર વયના આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી પોતાનો એક સમાન ઇરાદો પાર પાડવા ગત તા. 1/8ના રાહુલને મહિલા આશ્રમ પાછળ આવેલી બાવળોની ઝાડીમાં અવાવરુ જગ્યાએ બોલાવ્યો હતો, જ્યાં તેને જાનથી મારી નાખવાની ધમકી આપી રાહુલને પથ્થર વડે માર મારી તેની પાસેથી મોબાઇલ ઝૂંટવી, ગળાંના ભાગે લાતો મારી રસ્સા વડે ગળેફાંસો આપીને હત્યા નીપજાવ્યા બાદ લાશને અવાવરુ કૂવામાં ફેંકી દઇ પુરાવાનો નાશ કર્યો હતો. કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ સગીર અને  નવાબ નોડે નામના આરોપીની બી-ડિવિઝન પોલીસે ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધી પોલિસે તપાસ હાથ ધરી હતી.