સેડાતામાં પાંચ મહિલાસહિત 10 ખેલી ઝડપાયા
ભુજ તાલુકાના સેડાતા ગામની પૂર્વ દિશામાં આવેલી રખાલની બાજુમાં અદ્રેમાન અલીમામદ રાઠોડની વાડીની બાજુમાં નદીના છેલાની બાવળની ઝાડીમાં સાંજના અરસામાં ગંજીપાના વડે જુગાર રમતા અદ્રેમાન અલીમામદ રાઠોડ, ઓસમાણ ગની રહેતુલ થેબા, કુસુમબેન મામદ હિંગોરા (ત્રણે રહે. સેડાતા), હમદા ઇસ્માઇલ રાયમા, રુકિયા ગફુર માંજોઠી, ઇકબાલ સંઘા, ઉમર રાયમા ઉર્ફે ટપાલી (રહે. ચારેય ભારાપર) તથા રસીદા જુસબ લુહાર, શકીના મામદ માંજોઠી અને જુલેખા સલીમ માંજોઠી (રહે. ત્રણે ભુજ)ને રોકડા રૂા. 15,000 તથા બે મોબાઇલ કિં.રૂા. 10,000 અને ત્રણ મોટર-સાઇકલ કિં. રૂા. 56,000ના મુદ્દામાલ સાથે માનકૂવા પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.