ભુજમાં બે દરોડામાં 12 મહિલા સહિત 14 ઝડપાયા : ત્રણ નાસ્યા 

copy image

copy image

ભુજની લોટસ કોલોની પાસેના વાલ્મીકિવાસમાં કમલાબેન રામચંદ્રભાઈ વાલ્મીકિના મકાનની આગળ ખુલ્લામાં સાંજના અરસામાં  તીનપત્તીનો જુગાર રમતા કમલાબેન ઉપરાંત  સીતાબેન વિનોદ ઘાવરી, ગીતાબેન છગન રાજપૂત, સીતાબેન નારણભાઈ વાલ્મીકિ, લક્ષ્મીબેન મદનભાઈ વાલ્મીકિ, મધુબેન રમેશભાઈ વાલ્મીકિ, સાવત્રીબેન દેવાભાઈ ઢંઢોરિયા, સકીના હાસમ કેવર, સાવત્રીબેન હીરાલાલ વર્મા અને નારણભાઈ મોહનભાઈ વાલ્મીકિ તથા શ્યામભાઈ મોહનભાઈ ચનાલ (રહે. તમામ વાલ્મીકિવાસ-ભુજ)ને રોકડા રૂા. 10,870 અને 6 મોબાઈલ કિં. રૂા. 13000ના મુદ્દામાલ સાથે બી-ડિવિઝન પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જ્યારે ભુજની રામનગરીની પ્રાથમિક શાળા પાછળ બાવળોની ઝાડીમાં સાંજના અરસામાં  ગંજીપાના વડે જુગાર રમતા કમલાબેન પ્રહલાદભાઈ પટ્ટણી, રઝિયાબેન આદમ પઠાણ, ફાતમાબાઈ મુસા સાટી (રહે. ત્રણે રામનગરી-ભુજ)ને ઝડપી લીધા હતા જ્યારે રોહિત રમેશ પટ્ટણી, રતનબેન મગન પટ્ટણી અને ગોવિંદ મગનભાઈ પટ્ટણી (રહે. ત્રણે રામનગરી-ભુજ) નાસી છૂટયા હતા. દરોડા દરમ્યાન બી-ડિવિઝન પોલીસે રોકડા રૂા. 1790  હસ્તગત  કરી છ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.