વાગોઠમાં ગેબનશા પીરની દરગાહમાં પેટીનું તાળું તોડી તસ્કરી
અબડાસા તાલુકાના વાગોઠથી સાંઘીપુરમ તરફ જતા રોડ પર આવેલી ગેબનશા પીરની દરગાહમાં દર્શનાર્થીઓ માટે રાખેલી લોખંડની પેટી તોડી તેમાંથી રોકડની ચોરી થતાં ફરિયાદ નોંધાવાઇ હતી . આ અંગે મુજાવર હસણ અબ્દુલ્લાએ વાયોર પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ મુજબ ગત તા. 20/8ના સાંજના 5.45 વાગ્યે અજાણ્યા બુકાનીધારીએ કોઇતાથી ગેબનશા પીરની દરગાહમાં દર્શનાર્થીઓ માટે રાખેલી લોખંડની પેટીનું તાળું તોડી તેમાંથી આશરે રૂા. 1900ની ચોરી કરી લઇ ગયો હતો, જે સીસીટીવી કેમેરામાં કેદ થયાનું ફરિયાદમાં લખાવાયું હતું. પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.