સુખપરનાં ગેરેજ પાસેથી બોલેરો ગાડીની ઉઠાંતરી
ભુજ તાલુકાના સુખપરમાં મોટર ગેરેજ પરથી બોલેરો કેમ્પર કિં. રૂા. એક લાખની તસ્કરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે માનકૂવા પોલીસ મથકે સુખપરના ખેડૂત નારણભાઈ કાનજીભાઈ વરસાણીએ નોંધાવેલ ફરિયાદ મુજબ તેમની 2003ના મોડલની બોલેરો કેમ્પર ગાડી તેનો પુત્ર હિતેશ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે, ગાડીના રિપેરિંગ કામ અર્થે તા. 21/8ના સાંજના અરસામાં ગામનાં ક્રિષ્ના ગેરેજ પર રિપેરિંગ રાખી હતી અને ગેરેજ માલિક પ્રવીણ ગાડી રિપેર કરી ગાડીમાં જ ચાવી રાખી, ગાડી ગેરેજ આગળ રાખીને ચાલ્યા ગયા હતા અને રાત વચ્ચે આ ગાડી કિં. રૂા. એક લાખ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી હતી.