માધાપરમાં ત્રણ મહિલા ઝડપાઇ : બે મહિલા સહિત ચાર નાસી છૂટયા
ભુજ સમીપેના માધાપરના જૂનાવાસના બાપાદયાળુ નગર પાસે પીરવાડી તળાવડી નજીક કોમ્યુનિટી હોલ પાછળ રહેતા હંસાબેન હિતેશભાઇ કોઠારીના મકાનના આંગણામાં તા. 23-8ના 1-30 વાગ્યે ગંજીપાના વડે જુગાર રમતા હંસાબેન ઉપરાંત આરતી મનજી ચૌહાણ, લક્ષ્મીબેન દિલીપસિંહ ભાટી (બન્ને ભુજ) તથા શિલ્પાબેન મહેન્દ્રસિંહ પરમાર (રાજકોટ)ને પોલીસે ઝડપી લીધા હતા, જ્યારે રોહન મનજી ચૌહાણ અને રોહનનો મિત્ર મુસ્તાક તથા કસ્તૂરી સમીર સુમરા અને નીતા યોગેશ રાઠોડ (રહે. ચારે ભુજ) નાસી છૂટયા હતા. માધાપર પોલીસે દરોડા દરમ્યાન રોકડા રૂા. 10,420નો મુદ્દામાલ હસ્તગત કરી આઠે વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.