ગાંધીધામના ઝંડાચોક ઓફિસ પાસેથી કર્મચારીની બાઇક ચોરાઇ

copy image

copy image

ગાંધીધામના ઝંડા ચોક વિસ્તારમાં આર્ય સમાજ પાસે આવેલી કુરિયરની ઓફિસ બહાર જ પાર્ક કરેલી કર્મચારીની રૂ.30 હજારની કિંમતની બાઈક ચોરી થઇ હોવાની ઘટના ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી.અંજારના વરસામેડીમાં રહેતા  અને ખાનગી નોકરી કરતા સચીન મુરારીલાલ મીણાએ નોંધાવેલ  ફરિયાદમાં જણાવ્યા મુજબ તા.20/8 ના સાંજે 6:30 થી રાત્રે  10:30 વાગ્યા દરમિયાન ઝંડા ચોક વિસ્તારમાં આર્ય સમાજ પાસે  આવેલી બ્લુડાર્ટ કુરીયરની ઓફીસ  બહાર પાર્ક કરેલી તેમની રૂ.30  હજારની કિંમતની બાઇક ચોરી થઈ હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.