કંડલા પોર્ટના રેલ્વે ગોદામમાં બોગીમાથી મૃતદેહ મળી આવ્યો
કંડલામાં રેલવે બોગીમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવતાં ચકચાર પ્રસરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ કંડલા દીનદયાલ પોર્ટના ગોડાઉન નં. 36, રેલવે લાઈન નં. 13, રેલવે ગોડાઉનના ફ્લેટ નં. 66/67 વચ્ચે બોગી નં. 24583માંથી 25 વર્ષીય પતાળા બાંધાના અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવ ગત તા. 23/8ના 12.30 વાગ્યા પહેલાંના અરસામાં બન્યો હતો. મૃતકના શરીર ઉપર વસ્ત્રો ન હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ યુવાનનું મૃત્યુ કયાં કારણોસર થયું તે જાણવા પોલીસે પોસ્ટમોર્ટમ કરાવવા સાથે મૃતકના પરિવારજનોને શોધવા સહિતના દિશામાં તપાસ હાથ ધરી હતી.