કોટડામાં તલાવડીમાં ડૂબી જવાથી યુવાને જીવ ગુમાવ્યો
કચ્છમાં વરસેલા ભારે વરસાદ બાદ ડેમ-તળાવો છલકાઈ ગયા છે, ત્યારે કોટડામાં આવેલી નાની તલાવડીમાં પડી જવાથી પ્રેમસિંહ મહેશસિંહ સોઢા (ઉ.વ. 30) નામના યુવાનનું મોત નીપજયું હતું, પ્રાપ્ત માહિતી મુજબ , કોટડાના કૈલાસનગર ગૈશાળાની બાજુમાં રહેતો હતભાગી પ્રેમસિંહ ઘરની સામે આવેલી નાની તલાવડીમાં પડી જતાં ડૂબી જવાથી તેનું મોત નીપજયું હતું. પદ્ધર પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.