આદિપુરમાં સામાન્ય મુદ્દે ઉશ્કેરાઇ જઇ બે શખ્સોએ હુમલો કર્યો
copy image

આદિપુરમાં સામાન્ય બાબતે બે શખ્સો એ ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો. ઓમ મંદિર પાછળ ઝૂંપડપટ્ટી મણિનગર વિસ્તારમાં ગત તા. 27/8ના આ બનાવ બન્યો હતો. દિનેશ ઉર્ફે દિનુભા ગોવિંદજી જાડેજા (રાજપૂત)એ પોતાની પાડોશમાં રહેતા આરોપી પ્રેમજી ખીમજીભાઈ ચારણિયા, પ્રવીણ ખીમજીભાઈ ચારણિયા સામે ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદીએ સામું કેમ જોવે છે, તેમ કહેતાં ઉશ્કેરાયેલા આરોપીઓએ ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો. વચ્ચે છોડાવવા પડેલા ફરિયાદીના પુત્ર અર્જુનને પણ તહોમતદારોએ માર માર્યો હતો. ત્યારબાદ રામ હોસ્પિટલમાં પણ આરોપીએ ઝપાઝપી કરી હતી. વચ્ચે છોડાવવા પડેલા ફરિયાદીના પુત્ર પ્રદીપને કાનમાં ઈજા પહોંચી હતી. આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં વર્ણવવામાં આવ્યું હતું. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.