કાંડાગરામાં પાણીના પ્રવાહમાં તણાયેલા બિહારના મજૂરનું મોત નીપજયું
copy image

ભારે વરસાદનાં પગલે ગત તા. 29/8ના રાતના અરસામાં મુંદરા તાલુકાના કાંડાગરામાં જોશભેર વહેતાં પાણીમાં તણાયેલા મૂળ બિહારના 53 વર્ષીય મજૂર એવા મુનિલાલ ભીક્ષુલાલનું ડૂબવાથી મોત નીપજ્યું હતું.મૂળ બિહાર અને હાલે મુંદરા તાલુકાના કાંડાગરામાં રહેતા અને મજૂરીકામ કરતા 53 વર્ષીય મુનિલાલ ભીક્ષુલાલ ગત તા. 29/8ના રાતના બારેક વાગ્યે ભારે વરસાદના ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઇ ગયા હતા. પાણીમાં ડૂબવાથી તેમનું મોત નીપજ્યાનું મુંદરા પોલીસ મથકમાં જાહેર થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.