ભુજના વાણિયાવાડમાં પત્તા ટીંચતા ચાર ઝડપાયા
copy image

ભુજના વાણિયાવાડ વિસ્તારમાં રાતે તીનપત્તીનો જુગાર રમતા ચાર ખેલીને પોલીસે ડપી પાડયા હતા.ભુજના વાણિયાવાડ પાસે આભા હોટેલની પાછળના ભાગે આવેલી ગલીમાં લુણાઈ રેફ્રિજરેશન નામની દુકાન પાસે ખુલ્લામાં તા.1/9ના મધ્ય રાતે તીનપત્તીનો જુગાર રમતા મીત શંકરભાઈ ઠક્કર, કેતન ચંદ્રકાન્ત સોની (રહે. બન્ને ભુજ), સંદીપકુમાર લીલાધર નાયક (માધાપર) અને હિતેશગિરિ રવિગિરિ ગોસ્વામી (કુકમા)ને રોકડા રૂ.13,100ના મુદ્દામાલ સાથે એ-ડિવીઝન પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.