મેઘપર-બોરીચી માં અગમ્ય કારણોસર યુવાને ગળેફાંસો ખાઈ જીવ ગુમાવ્યો

suisaid

copy image

suisaid
copy image

અંજારના મેઘપર-બોરીચીના આશાપુરા પાર્કમાં રહેનાર યુવાને ગળેફાંસો ખાઈ પોતાનો જીવ ગુમાવ્યો હતો. મેઘપર-બોરીચી આશાપુરા પાર્ક સોસાયટીમાં રહેનાર જયેશ(ઉ.વ. 28)  નામના યુવાને ઢળતી બપોરે અંતિમ પગલું ભરી લીધું હતું. યુવાન પોતાના ઘરે હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર તેણે ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.