પડાણામાં આવેલી રૂદ્રાક્ષ ડિટર્ઝન્ટના સ્ટોરરૂમથી 1.10 લાખની ચોરી

copy image

copy image

પડાણામાં આવેલી ડીટર્ઝન્ટ કંપનીમાં તસ્કરોએ સ્ટોરરૂમનું તાળુ તોડીને 1.10 લાખના મુદ્દામાલની ચોરી ને અંજામ આપ્યો હતો.ગાંધીધામ બી ડિવીઝન પોલીસ મથકે પડાણા ગામમાં આવેલી રુદ્રાક્ષ ડીટર્ઝન્ટ એન્ડ કેમિકલ પ્રા.લી. ના અનિલકુમાર પારસનાથ સિંગએ અજાણ્યા આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે અજાણ્યા ચોર ઈસમોએ ગત 25/8 થી 27/8 દરમ્યાન રુદ્રાક્ષ ડીટરઝન્ટ એન્ડ કેમિકલ પ્રા.લી. નામની કંપનીના સ્ટોર રૂમમાં સ્ટોરનું તાળુ તોડીને તેમાંથી 1.10 લાખનો મુદ્દામાલ ચોરી કર્યો હતો. પોલીસે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.