ભચાઉ પાસે 69 હજારના શંકાસ્પદ ભંગાર સાથે  એક ઝડપાયો

copy image

copy image

ભચાઉ પાસે શંકાસ્પદ ભંગાર સાથે એક પકડાયો  હતો. એલસીબી પીઆઈએન.એન. ચુડાસમાએ જણાવ્યું હતું કે, બાતમી મળી હતી કે, માનસરોવર વિસ્તારમાં રહેતા કરીમશા હુશેનશા શેખે પેટ્રોલપમ્પ સામે આવેલા પોતાના વાડામાં આધાર પુરાવા વગરનો ભંગારનો જથ્થો રાખેલો છે. આ બાતમીના આધારે તેના વાડામાં દરોડો પાડતાં ત્યાંથી રૂ. 68,900 ની કિંમતનો 1,060 કિલોગ્રામ ભંગારનો શંકાસ્પદ જથ્થો મળી આવતાં ઉજ્જૈનના રામેશ્વર ઝુઝારસિંહ ચૌહાણની ધરપકડ  કરી વધુ તપાસ માટે ભચાઉ પોલીસ મથકને સોંપ્યો હતો.