સુખપરમાંથી ભેંસો ચોરી કરનાર બનાસકાંઠાની ગેંગના બે શખ્સો પકડાયા

સુખપરની સીમમાં વાડામાંથી ભેંસો ચોરી કરનાર બનાસકાંઠાની ગેંગનો પર્દાફાસ થયો હતો.સ્થાનિકે સમંડા અને જડોદર વિસ્તારમાં ખેત મજુરી કરતા બે ઇસમો વાળાની રેકી કરી અન્ય સાગરીતો સાથે મળી પશુઓ ઉઠાવતા હતા.હાલ પોલીસે બે આરોપીઓને ઝડપી લેતા ગેંગના અન્ય ચાર શખ્સોના નામ પણ સામે આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ સુખપર ગામની સીમમાંથી બે ભેંસ અને બે પાડા ચોરી થયાની ફરિયાદ નખત્રાણા પોલીસ મથકે નોધાઈ હતી.જે બાબતે સ્થાનિક પોલીસે એલસીબીની મદદથી મુળ બનાસકાંઠાના અને હાલ સમંડામાં ખેત મજુરી કરતા આરોપી શંભુજી કેશાજી ઠાકોર અને જડોદર વિસ્તારમાં ખેત મજુરી કરતા આરોપી પ્રવીણ ઉર્ફે પવો ઉર્ફે રમેશ શિવા ભીલને ઝડપી લીધા છે.પોલીસે તપાસ કરતા ભેંસો લઇ જવામાં વપરાયેલી બોલેરો ગાડી હોવાનું સામે આવ્યા બાદ બન્ને આરોપીઓને ઝડપી લીધા હતા.જેમની પૂછપરછ કરતા ગેંગના અન્ય આરોપી નરશી સુંડાજી ઠાકોર,પ્રકાશ નરશી માજીરાણા,મયુદીનખાન મેવેખાન બલોચ અને આરોપી નરશી ઠાકોરના મિત્ર સાથે મળી પશુઓ ઉપાડયા હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલે નખત્રાણા પીઆઈ એ.એમ.મકવાણા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે,સ્થાનિકના બન્ને આરોપીઓ આસપાસના વિસ્તારમાં રેકી કરતા અને અન્ય આરોપીઓની મદદથી પશુઓ ચોરી કર્યા હતા.અને બનાસકાંઠાના સેસણ ગામના આરોપી મયુદીનખાનને ભેંસો અને પાડા વેચ્યા હોવાનું સામે આવ્યું છે.હાલ પોલીસ બોલેરો ગાડી કબ્જે કરી બન્ને આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે તેમજ અન્ય ચાર સાગરીતોને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરાયા હતા.