સગીરાની છેડતીના કેસમાં આરોપીના જામીન મંજૂર

copy image

મુંદરા પોલીસ મથકે પોક્સો તથા સગીરાની છેડતી કરી માર માર્યાના ચર્ચાસ્પદ કેસમાં આરોપીના જામીન મંજૂર થયા હતા. આ કેસની ટૂંક વિગતો મુજબ આરોપીએ ફરિયાદીની સગીર વયની દીકરીને વોઇસ ક્લિપ મોકલાવી મળવા બોલાવી હતી પણ ગઇ ન હતી. સગીરા લોટ દળાવવા જતાં આરોપીએ તેનો હાથ પકડી પોતાના ઘરમાં ખેંચી ગળામાં નખ લગાડી તેમજ પીઠના ભાગે પટ્ટાથી મારી, તેની છેડતી કરી, સગીરા તથા ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મુંદરા પોલીસ મથકમાં નોંધાવતાં આરોપી રમજાન ઉર્ફે બાનાડો સિધિક જુણેજા (રહે. સુખપરવાસ-મુંદરા)ની ધરપકડ થતાં આરોપીએ જામીનમુક્ત થવા માટે અરજી કરતાં સ્પે. (પોક્સો) કોર્ટે જામીન મંજૂર કર્યા હતા. આરોપી તરફે એડવોકેટ કુલદીપ જિતેન્દ્ર મહેતા, હેતલ દવે, પ્રશાંત એન. રાજપૂત હાજર રહ્યા હતા.