માધાપરમાં જુગાર રમતા બે ઝડપાયા : ત્રણ નાસ્યા
copy image

માધાપરના નવાવાસના બાપાશ્રીના વરંડાની પાછળ શેરીમાં ઓટલા ઉપર તા. 3/9ના અડધી રાતે ગંજીપાના વડે જુગાર રમતા ગુમાનસિંહ બચુભા જાડેજા અને રમેશ મોહનલાલ સુથાર (રહે. બન્ને માધાપર)ને પોલીસે પકડી પાડ્યા હતા, જ્યારે મનોજ ઉર્ફે મોના સોમા પંચાલ, અરુણ પંચાલ અને કિશન પંચાલ (રહે. તમામ માધાપર) નાસી છૂટયા હતા. માધાપર પોલીસે દરોડા દરમ્યાન રોકડા રૂા. 10,600 હસ્તગત કરી પાંચેય આરોપીઓ વિરુદ્ધ વિવિધવત ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.