કચ્છના ત્રણ પોલીસ મથકોના પ્રોહિ.ના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

copy image

copy image

કચ્છના ગાંધીધામ, અંજાર અને કોડાય પોલીસ સ્ટેશનોના પ્રોહિબિશનના ગુનાઓમાં માંડવી તાલુકાના બિદડા ગામનો સહદેવસિંહ ઉમેદસિંહ જાડેજા નામનો શખ્સ  છેલ્લા દોઢ વર્ષથી નાસતો, ફરતો હોવાની અને હાલમાં આ શખ્સ અંજારમાં રહેતો હોવાની બાતમી પશ્ચિમ કચ્છ એલસીબીના પી.આઈ. એસ.એન.ચુડાસમાને મળતાં તેઓના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ટી.બી.રબારી અને ટીમે નાસતા, ફરતા શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિમાન બનાવ્યા હતા. એએસઆઈ વીરેન્દ્રસિંહ જાડેજા અને પ્રદ્યુમનસિંહ ગોહિલને મળેલી બાતમીના આધારે પોલીસે સહદેવસિંહ ઉમેદસિંહ જાડેજાને ઝડપી લેવા સોલડી ટોલ નાકા પર વોચ ગોઠવી હતી, જેમાં આરોપી સહદેવસિંહ જાડેજા મળી આવતાં પોલીસે તેની અટક કરી હતી.