કાદરી જીલાની સેવા ટ્રસ્ટ, સહકાર સેવા મંડળ તથા હાટકેશ સેવા મંડળ તથા અંબિકા મહિલા મંડળ ધ્વારા કચ્છ બાર એસોશિએશનના પ્રમુખ શ્રી સચિન મહેન્દ્રભાઈ ગોર નું શાલ-હાર તથા સન્માન પત્ર અપર્ણ કરી સન્માન કરવામાં આવેલ

કાદરી જીલાની સેવા ટ્રસ્ટ, સહકાર સેવા મંડળ તથા હાટકેશ સેવા મંડળ તથા અંબિકા મહિલા મંડળ ધ્વારા કચ્છ બાર એસોશિએશનના પ્રમુખ શ્રી સચિન મહેન્દ્રભાઈ ગોર નું ભુજ છઠ્ઠી બારી પાસે આવેલ સંસ્કૃત પાઠશાળા મધ્યે શાલ-હાર તથા સન્માન પત્ર અપર્ણ કરી સન્માન કરવામાં આવેલ.
આ વિતરણ કાર્યક્રમમાં ગુજરાત વકફ બોર્ડ ના પૂર્વ ડાયરેકટર આમદભાઈ જત, સંસ્કૃત પાઠશાળા ના વિભાકરભાઈ અંતાણી, કાદરી જીલાની સેવા ટ્રસ્ટના પ્રમુખ પીર અનવરહુશેનશા, સહકાર સેવા મંડળના પ્રમુખ ઝહીરભાઈ સમેજા, અંબિકા મહિલા મંડળ ના પ્રમુખ જયશ્રીબેન હાથી, માજી નગરસેવક માલશી માતંગ, અબ્બાસભાઈ હસણીયા, આશીતભાઈ અંતાણી, રોહિતભાઈ પાઠક, દર્શનાબેન મુનશી, યુનુસભાઈ ખત્રી, માલશ્રીબેન ગઢવી, અવનીબેનગઢવી, ઉષાબેન મુનશી હાજર રહેલ હતા.
તમામ હાજર સભ્યોએ શ્રી સચિન મહેન્દ્રભાઈ ગોર ને તેઓ ભવિષ્યમાં ઉતરોતર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છા પાઠવેલ હતી.
સદરહુ કાર્યક્રમનું સંચાલન ઝહીરભાઈ સમેજા તથા પીર અનવરહુશેનશા એ કરેલ હતી. તેમજ તમામ વ્યવસ્થા સંસ્કૃત પાઠશાળાના વિભાકરભાઈ અંતાણીએ કરેલ હતી.