ઠગાઈના ગુનાઓમાં નાગોરના નાસતાં ફરતાં શખ્સને એલસીબીએ ઝડપ્યો

પ્રાગપર ઉપરાંત સાંતેજ અને સૂત્રાપાડાના પોલીસ મથકમાં છેતરપિંડીના ગુના જેની સામે નોંધાયેલા છે અને નાસ્તો – ફરતો એવો ઠગબાજ મૂળ નાગોર હાલે ભુજ રહેતો મહેન્દ્રપુરી લાલપુરી ગુંસાઈએ એલસીબીએ પકડી પાડયો હતો. એલસીબીને પેટ્રોલિંગ દરમ્યાન ખાનગી બાતમી મળી હતી કે, પ્રાગપુર પોલીસના ઠગાઈના ગુનાનો નાસ્તો – ફરતો આરોપી મહેન્દ્રપુરી ગુંસાઈ (રહે. ભુજ, મૂળ નાગોર) હાલ નાગોરના બસ સ્ટેશનની બાજુમાં હાજર છે. આ બાતમીના આધારે મહેન્દ્રપુરીની ધરપકડ કરી આગળની કાર્યવાહી અર્થે માધાપર પોલીસને સોંપવામાં આવ્યો હતો.