કંડલા પોર્ટમાં ટ્રેઇલરે આધેડ શ્રમિકને હડફેટે લેતાં મુત્યુ

copy image

copy image

કંડલામાં દીનદયાળ પોર્ટની અંદર ટ્રેઇલરે શ્રમિક એવા મોહંમદ અસગર મોહંમદ નજીર મુસ્લિમ (ઉ.વ.55)ને હડફેટમાં લેતા આધેડે જીવ ગુમાવ્યો  હતો. કંડલાના દીનદયાલ પોર્ટ ઉપર જેટી નંબર 7 પાસે બપોરના અરસામાં  જીવલેણ અકસ્માત સર્જાયો હતો. અહીં એ.સી.ટી. કંપનીનું જહાજ લાગ્યું હતું. જ્યાં આ આધેડ શ્રમિક કામ કરી રહ્યા હતા તેવામાં ટ્રેઇલરના ચાલકે આધેડને હડફેટમાં લીધો હતો, જેમાં તેમને ગંભીર પ્રકારની ઇજાઓ થતાં આ શ્રમિકે જીવ ખોયો હતો. બનાવ અંગે પ્રમોદકુમાર રાધેશ્યામ  યાદવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.