સણોસરામાં મંદિરની દાનપેટીમાથી રૂ.35000 હજારની ચોરી
ભુજ તાલુકાના સણોસરા ગામનાં મોમાય માતાનાં મંદિરની દાનપેટી તોડી તેમાંથી 35 હજારની ઉઠાંતરી થઇ હતી . માનકૂવા પોલીસ મથકે સણોસરામાં રહેતા ટ્રક ડ્રાઇવર અને મંદિરમાં સેવા- પૂજા કરતા રવાભાઇ રામાભાઇ રબારીએ નોંધાયેલ ફરિયાદ મુજબ તેમનાં ગામમાં આવેલાં મોમાય માતાજીનાં મંદિરની સેવા-પૂજા કરે છે. તા. 10/9ના રાત્રે આઠ વાગ્યાની આરતી કરી નિજ મંદિરને તાળું માર્યું હતું, ત્યારે મંદિર આગળ લગાવેલી દાનપેટી બરાબર હતી અને બીજા દિવસે સવારે મંદિરની ગ્રીલમાં લગાડેલી દાનપેટીનું લોક તૂટેલું હતું. આ દાનપેટીમાંથી આશરે રૂા. 35000ની ચોરી અજાણ્યો ચોર ઇસમ રાત દરમ્યાન કરી ગયાની ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.