ભુજના સુમરાસરમાં સગીરા સાથે છેડતી કરી જાનથી મારી નાખવાની ધમકી
ભુજ તાલુકાના સુમરાસર ગામમાં સગીરા સાથે છેડતીના અડપલા થતાં માતાએ આરોપીને ઠપકો આપતાં આરોપીએ ઉશ્કેરાઇ બંને દીકરીના કપડા ફાડી અને છોડાવા વચ્ચે પડેલા સાહેદને માર માર્યાની ફરિયાદ નોંધાઇ હતી. આ જઘન્ય ચકચારી બનાવ અંગે માધાપર પોલીસ મથકે સગીરાની માતાએ નોંધાવેલ ફરિયાદ મુજબ તેમની 11 વર્ષની સગીર દીકરી સાથે આરોપી અજીજ સુલેમાન શેખ (રહે. સુમરાસર-શેખ)એ છેડતી-અડપલા કરતાં ફરિયાદી તેને ઠપકો આપવા જતાં આરોપી અજીજ એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને ફરિયાદીની બંને દીકરીનાં કપડાં ફાડી નાખી ફરિયાદીને ધક્કો મારી અને સાહેદે વચ્ચે પડી છોડવવા જતાં તેને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. માધાપર પોલીસે ફરિયાદ નોંધી તપાસ નાયબ પોલીસ અધીક્ષકે હાથ ધરી હતી. નાના એવા ગામમાં બનેલા આ જઘન્ય બનાવને લઇને આરોપી વિરુદ્ધ ફિટકાર વરસી રહી છે અને પીડિત પરિવારને ન્યાય મળે તેવી માંગ થઇ રહી ઉઠી રહી છે.