ચીટીંગના ગુનામાં ચાર માસથી ફરાર આરોપી ઝડપાય
પશ્ચિમ કચ્છ એલસીબીએ નકલી પોલીસ બની ધાકધમકી કરી રૂપિયા પડાવવાના ગુનામાં 4 મહિનાથી ફરાર શિરવા ગામના આરોપીને ભુજમાંથી ઝડપી લીધો હતો. પ્રાપ્ત માહિતી મુજબ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન બાતમી મળી હતી કે માંડવી પોલીસ મથકે નોધાયેલા ચીટીંગના ગુનામાં ફરાર આરોપી કિશોર ઉર્ફે પપ્પુ કાંતિલાલ કંસારા હાલે ભુજના એરપોર્ટ રીંગ રોડ પર આવેલ ચાની હોટલ પર હાજર છે. આરોપી નકલી પોલીસ બની લોકો સાથે ધાકધમકી કરતો હતો અને રૂપિયા પડાવતો હતો જે ગુનામાં છેલ્લા ચાર મહિનાથી પોલીસ પકડથી નાસતો ફરતો હતો.બાતમીને આધારે સ્થળ પર જઈ તપાસ કરતા આરોપી હાજર મળી આવ્યો હતો. જેની ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે સોપવામાં આવ્યો હતો.