મુંદરા પોર્ટ પરથી પ્રતિબંધિત દવાનો રૂા.41 કરોડનો જથ્થો ઝડપાયો
મુંદરા પોર્ટ પરથી પ્રતિબંધિત દવાઓના જથ્થાની નિકાસના અગાઉ રૂા. સો કરોડના જથ્થા ઝડપાયા બાદ ફરી પાછો રૂા. 41 કરોડનો જથ્થો ઝડપાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટની જે કંપની નિકાસ કરતી હતી, એ જ કંપની રેઈન ફાર્માનું લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું, પણ જ કંપનીના પાછા બોલાવાયેલા કન્ટેનરમાંથી 25,60,000 ગોળીઓનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે અને જેની કિંમત 41 કરોડ રૂપિયા જેવી થાય છે. આ મામલે વધુ ચોંકાવનારી વિગતો તપાસમાં બહાર આવી છે. જે મુજબ મુંદરાની એસઆઈઆઈબી (સ્પેશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન) શાખાએ શાપિંગ લાઈનનો કોન્ટેક્ટ કરીને ત્રણ કન્ટેનર પરત બોલાવતાં 20,000 ગોળીના એવા 128 કાર્ટુન મળી આવ્યા હતા, જેમાં ડ્રામાડોલની પ્રતિબંધિત 225 એમજીની ગોળીઓનો જથ્થો મળી આવ્યો હતો. જે પ્રતિબંધિત છે. કસ્ટમની શાખાના વર્તુળોના જણાવ્યા પ્રમાણે આફ્રિકાની સીએરા લિયોન અને નાઈનેટ કંપનીને આ જથ્થો મોકલતો હતો. જ્યારે આ દવાઓ મોકલવા માટે સત્તાવાર રીતે ડાઈકલોફેનિક અને ગેબીડોલનું નામ અપાયું હતું, પણ આ મિસડિકલેરેશન બારે આવતાં અને જથ્થો નીકળી આવ્યો હતો. મુંદરા કસ્ટમથી ક્યારે જથ્થો નીકળી ગયો હતો, એ તપાસનો વિષયછે, પરંતુ એસએઈઆઈબીની શાખાની આ કાર્યવાહીમાં જથ્થો પકડાઈ જતાં હવે પ્રશ્ન ઊઠ્યો છે કે કયા અધિકારીએ તેને એનઓસી આપીને જવા દીધો હતો. આ નશીલા કારોબાર વિશે જાણકાર વર્તુળોના જણાવ્યા પ્રમાણે અમદાવાદથી અંકલેશ્વર સુધી આ ડ્રગ્સનો કાળો કારોબાર થઈ રહ્યો છે. નોધનીય છે કે જુલાઈ, 2024ના રૂપિયા 110 કરોડની 68 લાખ ટરામાડોલની ગોળીઓ ઝડપાઈ હતી.