ગાંધીધામમાં જાહેરમાં આંકડો લેનાર ઈસમ ઝડપાયો
copy image

ગાંધીધામના ખોડિયાર નગર વિસ્તારમાં જાહેરમાં આંકડો લેતા ઈસમને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 1270 હસ્તગત કર્યા હતા. ગાંધીધામના ખોડિયાર નગર વિસ્તારમાં ખોડિયાર માતાના મંદિર પાસેથી પિન્ટુ ચંપાલાલ રેગર નામના ઈસમને પોલીસે પકડી પાડયો હતો. ઈસમ મંદિર પાસે બેસીને ગ્રાહકો પાસેથી આંકડા લઇ પેન વડે પાનામાં લખી રહ્યો હતો. દરમ્યાન તેને પોલીસે પકડી પાડયો હતો. ઈસમ પાસેથી રોકડા રૂા. 1270 તથા આંકડાનું સાહિત્ય હસ્તગત કરવામાં આવ્યું હતું. મોટા મગરમચ્છોના નામ બહાર ન લાવવા તંત્રએ સમ ખાધા હોય તેમ આવા બનાવોમાં ઉપર કોની દોરવણી છે તે બહાર આવતું જ નથી.