ભુવડ નજીક માર્ગનો ખાડો મહિલાના મોતનું કારણ બન્યો

copy image

copy image

અંજાર તાલુકાના ભુવડ નજીક માર્ગ ઉપર ખાડો આવતાં બાઇકની સાથે ભક્તિબેન ભરતસિંહ જાદવ નામના આધેડ મહિલા નીચે પટકાતાં તેમનું મોત નીપજયું હતું. અંજારના મેઘપર કુંભારડી આદિત્ય નગરમાં રહેનાર આધેડ મહિલાએ જીવ ગુમાવ્યો હતો. આ મહિલા અને તેમનો દીકરો કુલદીપ બાઇક લઇને ઘરેથી મુંદરા બાજુ જઇ રહ્યા હતા. ભુવડ નજીક સૂર્યા કંપની સામે પહોંચતાં માર્ગ ઉપર અચાનક ખાડો આવતાં ચાલકે બ્રેક મારવા જતાં બાઇક નીચે પડયું હતું જેના કારણે પાછળ બેઠેલા આ મહિલા નીચે પટકાયા હતા. તેમને માથા સહિતની જગ્યાએ ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મહિલાના પતિ ભરતસિંહ શંકરસિંહ જાદવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.