ચેક પરતના કેસમાં માંડવી કોર્ટનો સજાનો આદેશ કાયમ
ચેક પરતના કેસમાં માંડવીના આરોપી જુસબ મામદહુસેન તુર્કને સજા કરતો માંડવી કોર્ટનો આદેશ જિલ્લા અદાલતે કાયમ રાખતાં એક વર્ષની કેદ અને વળતરનો હૂકુમ આપ્યો હતો. આરોપી જુસબે ફરિયાદીને આપેલો ચેક પરત ફરતાં માંડવી કોર્ટમાં કેસ ચાલી જતાં કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી એક વર્ષની કેદની સજા અને વળતર પેટે એક માસમાં રૂા. બે લાખ ચૂકવવા અને જો તેમ કરવામાં કસૂર થાય તો વધુ 90 દિવસની સજાનો હુકમ કર્યો હતો. ત્યારબાદ આરોપીએ જિલ્લા અદાલતમાં ધા નાખતાં કોર્ટે બંને પક્ષને સાંભળી આરોપીની અરજી નામંજૂર કરી માંડવી કોર્ટનો હુકમ કાયમ રાખ્યો હતો. આ કેસમાં ફરિયાદીના વકીલ તરીકે દેવાયત એન. બારોટ, ખીમરાજ એન. ગઢવી, અંકિત સી. રાજગોર અને વિનય પી. મોતાએ દલીલ કરી હતી.