કુકમા નજીક માર્ગ પર ઊભેલી ટ્રકમાં કાર અથડાતાં આધેડે જીવ  ખોયો

copy image

copy image

copy image
copy image

ભુજ તાલુકાના કુકમા-અંજાર ધોરીમાર્ગ પર રસ્તા પર ઊભેલી ટ્રકની પાછળના ભાગે કાર અથડાતાં અંજારના જયપ્રકાશ પ્રકાશનારાયણ ગુપ્તા (ઉ.વ. 54)નું ગંભીર ઈજાના પગલે મોત નીપજયું  હતું, પ્રાપ્ત માહિતી મુજબ, ભુજ-અંજાર ધોરીમાર્ગ પર લક્ષ્મીવિહારધામ નજીક ટ્રકચાલક દિનેશભાઈએ પોતાના કબજાનું વાહન કોઈ પણ આડસ મુક્યા વિના માર્ગ પર મુક્તાં પાછળથી આવતી કાર તેમાં ધડાકાભેર અથડાઈ હતી, જેમાં સવાર વ્યવસાયે શિક્ષક એવા જયપ્રકાશભાઈનું ગંભીર ઈજાના પગલે મોત નીપજયું  હતું,