કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માં આવેલ ફલેમિંગો લોજીસ્ટીક ના ગોડાઉન માંથી થયેલ સોપારી ચોરીનો ભેદ ઉકેલાયો

ફલેમિંગો લોજિસ્ટિકના ગોડાઉનમાંથી સોપારીની ચોરી મામલે ત્રણને ઝડપી પોલીસે મુદ્દામાલ હસ્તગત  કર્યો હતો. ફલેમિંગો લોજિસ્ટિકના ગોડાઉનમાંથી એક સપ્તાહ પહેલાં સોપારીનો જથ્થો ચોરી થયાની ફરિયાદ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવવામાં આવી હતી. જેના પગલે પી.આઈ. એસ. વી.ગોજિયા, પી.એસ.આઈ. એલ.એન. વાઢિયા અને ટીમ દ્વારા સોપારી ચોરીનો ભેદ ઉકેલવાની કવાયત આરંભવામાં આવી હતી. પોલીસની કાર્યવાહી દરમ્યાન વેરહાઉસ રિએક્સપોર્ટ માટે રાખવામાં આવેલ સોપારીની બોરીઓમાંથી ગોડાઉનની બારીની લોખંડની ગ્રીલ તોડી તસ્કરો દ્વારા સોપારીની પ૦ બોરીની ચોરી કરવામાં આવી હતી. ચોરી કરાયેલી સોપારીની બોરી અંગે મળેલી બાતમીના આધારે પોલીસે કિડાણાના ઈમરાન નુરમામદ ચાવડા અને જુસબ હુશેન લાડક તથા અંજારની ઓમ વિલા સોસાયટીમાં રહેતા પરેશભાઈ જંયતીલાલ શાહ નામના ઇસમોને ઝડપી લીધા હતા. પોલીસે રૂ.૩૬ હજારની કિંમતની ૪૦૦ કિલો સોપારી હસ્તગત  કરી હતી.