મોખાણામાં પરિણીતાનો ઝેરી દવા પીને આપઘાત
ભુજ તાલુકાના મોખાણા ગામે રહેતી એક ૧૯ વર્ષીય પરિણીતાએ શુક્રવારે વહેલી સવારે કોઈપણ કારણોસર ઝેરી દવા પી લેતાં તેણીને તાત્કાલિક જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેમનું સારવાર હેઠળ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ ભુજ તાલુકાના મોખાણા ગામે રહેતી સંગીતાબેન પ્રવીણભાઈ ઠાકોર નામની ૧૯ વર્ષીય પરિણીતાએ શુક્રવારે સવારે સાડા છ વાગ્યાના અરસામાં જિતેન્દ્ર કાનાભાઈ આહીરની વાડીમાં ઝેરી દવા ગટગટાવી લેતાં તેણીને તાત્કાલિક સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં તેનું સારવાર હેઠળ મૃત્યુ નીપજયું હતું. પદ્ધર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.