ભુવડ પાસે હોટલ સંચાલક બિયર અને દેશી દારૂ સાથે પકડાયો

copy image

copy image

અંજાર-મુન્દ્રા હાઇવે પર ભુવડ પાસે આવેલી હાઈવે હોટલના સંચાલકને એલસીબીની ટીમે બિયરના 19 ટીન અને 15 લીટર દેશી દારૂ સાથે ઝડપી  કાયદેસર કાર્યવાહી કરી હતી. એલસીબીની ટીમ અંજાર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ભુવડ નજીક આવેલી સૂર્યા કંપની પાસે પહોંચી ત્યારે બાતમી મળી હતી કે મુળ રાજસ્થાનનો હાલે હાઇવે પર આઇ માતા નામથી હોટલ ચલાવતો ફુસારામ આશારામ પ્રજાપતિ પોતાની હોટલમાં દારૂનો જથ્થો રાખી વેપલો કરે છે. આ બાતમીના આધારે તેની હોટલમાં દરોડો પાડી રૂ.1,900 ની કિંમતના બિયરના 19 ટીન અને 15 લીટર દેશી દારૂ સાથે ફુસારામની ધરપકડ કરી અંજાર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.