ગાંધીધામમાં વરલી મટકાનો જુગાર રમાડતો ઈસમ ઝડપાયો
copy image

ગાંધીધામના ખોડીયારનગરથી વરલી મટકાનો જુગાર રમાડતા ઈસમને પોલીસે ઝડપી પાડયો હતો. ગાંધીધામના એ ડિવીઝન પોલીસે ગત રોજ બપોરના અરસામાં ખોડીયારનગરમાંથી વરલી મટકાનો આંક ફરકનો રૂપીયાની હારજીતનો જુગાર રમી રમાડી ગ્રાહકો પાસેથી આ માટે રૂપીયા સ્વિકારી એક કાગળ, બોલપેન અને રોકડા 1270 સાથે એક ઈસમને ઝડપી પાડયો હતો. પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે ખોડીયારનગરમાં ખોડીયાર મંદીર પાસેથી બાતમીના આધારે પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. ગાંધીધામના કેટલાક અંતરીયાળ વિસ્તારોમાં ફરી આ બદી ફુલીફાલી છે ત્યારે તેના પર અંકુશ લાવવો જરૂરી બન્યો છે.