આદિપુરમાં મોટરસાઈકલ પાછળ બાઈકે ટક્કર મારતા કિશોર ઘાયલ

આદિપુરમાં મોટરસાઈકલને પાછળથી અન્ય મોટરસાઈકલે ટક્કર મારતા આગળની બાઈકમાં પાછળ બેઠેલો કિશોર ઘાયલ થયો હતો, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. આદિપુર પોલીસ મથકે દાખલ થયેલી જાણવા જોગ અનુસાર લઈ આવનારે જણાવ્યુ કે ગત 12/9ના સાંજના અરસામાં  આદિપુરના શીવધારા મોલની સામે ઈજા પામનાર 16 વર્ષીય વરુણકુમાર વિક્રમભાઈ પારગી તેમના મોટાભાઈ સાથે પાછળ બેસીને જતા હતા ત્યારે પાછળથી એક મોટર સાઈકલ વાળાએ ટક્કર મારતા ડીવાઈન લાઈફ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ આવ્યા  હતા. પોલીસે જાણવા જોગ દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.