ધ્રબમાંથી 20 હજારની મોટરસાયકલ ચોરાઈ
મુન્દ્રાના ધ્રબ મુકામેથી અજાણ્યો શખ્સ રૂપિયા 20 હજારની કિંમતની બાઇક હંકારી જતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ભોગગ્રસ્ત ટ્રાન્સપોર્ટના ધંધાર્થી સુરેશભાઈ દિનાનાથ ત્રિપાઠી (ઉ.વ.56 રહે ગાંધીધામ)ની નોંધાવેલ ફરિયાદ મુજબ ઉપરોક્ત બનાવ 31/8 ની રાત્રીના દસ વાગ્યાથી સવારે સાત વાગ્યા વચ્ચે અદાણી વિલમાર બી સામે આવેલ કનૈયા ફાસ્ટફૂડ નજીક બન્યો હતો. જેમાં ત્યાં પાર્ક કરેલી બજાજ સીટી 100 મોટરસાયકલ કોઈ શખ્સ હંકારી ગયો હતો.મુન્દ્રા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ચોરીનો ગુનો દર્જ કરી બનાવ સંબધિત તપાસ હાથ ધરી હતી.